PHID and Travel Pass
યોજનાનું નામ
  • દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર)
પાત્રતાના માપદંડ
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
સહાયનું ધોરણ
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
ક્રમ નં દિવ્યાંગતા મળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
સાંભળવાની ક્ષતિ
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
ઓછી દ્રષ્ટી
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
બૌધ્ધિક અસમર્થતા ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
૧૦ રકતપિત-સાજા થયેલા
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
૧૧ દીર્ધ કાલીન અનેમિયા ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૧૨ એસીડના હુમલાનો ભોગ બનેલા ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૧3 હલન ચલન સથેની અશકતતા
(૧) ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાને ફક્ત એસ.ટી બસ પાસ
(૨) ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને પોતાને વિના મૂલ્યે મુસાફરીનો લાભ મળશે જ્યારે તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
૧૪ સેરેબલપાલ્સી
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
૧૫ વામનતા ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
૧૬ માનસિક બિમાર
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
૧૭ બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
૧૮ ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૧૯ વાણી અને ભાષાની અશકતતા ૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
૨૦ ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
૨૧ મલ્ટીપલ ડિસેબીલીટી
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/મેડિકલ પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
  • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
  • અરજદારની સહી
  • અરજદારનો ફુલ ફોટો
News/Notification Information