Self-Employement Scheme Loan

સ્વરોજગાર લક્ષી લૉન યોજના

યોજનાનું સ્વરૂપ / લોનના ધોરણો
  • મહત્તમ રૂ.૧૦.૦૦ લાખની લૉન
  • નાના વ્યવસાય (કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુકસ્ટોર વગેરે વ્યવસાય) માટે યુનિટ કોસ્ટ મુજબ મહત્તમ રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછુ હોય તે રકમની લૉન
  • વાહન માટે (રીક્ષા, લોડીંગરીક્ષા, મારૂતી ઇકો, જીપ-ટેક્ષી વગેરે) માટે મહત્તમ રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ઓનરોડ યુનિટ કોસ્ટ ખર્ચ એ બે પૈકી જે ઓછુ હોય તે રકમની લૉન
લાયકાતના ધોરણો
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિનઅનામત વર્ગના હોવા જોઇએ
  • અરજદારની ઉમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ
વ્યાજનો દર
  • વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ
આવક મર્યાદા
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી
મહત્વના જરૂરી આધારો (સૈધ્ધાંતિક કક્ષા / પ્રથમ તબક્કો)
  • શાળા છોડ્યાનો દાખલો (લિવિંગ સર્ટિફીકેટ)
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / વિજળી બીલ / ભાડા કરાર / ડ્રાઇવીંગ લાઇસન્સ)
  • બિનઅનામત વર્ગનું જાતિ પ્રમાણપત્ર
  • કુંટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસનો પુરાવો (માર્કશીટ)
  • ઇન્કમટેક્ષ રીટર્ન (તમામ પેજ) / સ્વઘોષણા
  • પાનકાર્ડ
  • પરિશિષ્ટ – ૧ લોનની રકમના દોઢ ગણી વેલ્યુ ધરાવતી મિલકત, બોજાનોંધ / ગીરોખત કરાવવાની સંમતી (લાભાર્થી / લાભાર્થીનાં સગાસંબંધીની અને જો અન્ય હિસ્સેદાર હોય તો તમામની) (રૂા.૫૦/-ના સ્ટેમ્પ પર નોટરી કરાવેલ)
  • મિલકતના આધાર (તાજેતરના ૭/૧૨, ૮-અ ના ઉતારા / પ્રોપર્ટીકાર્ડ / સ્વામિત્વકાર્ડ / ગામ નમુના-૨)
  • ધંધાના અનુભવનો આધાર (પેઢી / શાખા / સંસ્થા સરકારશ્રીના રેકર્ડે નોંધાણી થયેલ રજીસ્ટ્રેશન નંબર સાથે)
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ (નામ, ખાતા નં. અને IFSC કોડ સહિત) (અરજી ફોર્મ અને બેંકમાં એક સરખુ નામ હોવું જરૂરી છે)
બોજાનોંધ / ગીરોખત (મોર્ગેજ)
  • લોનની રકમ રૂ.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે તેના સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે
  • લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે
લોનની પરત ચુકવણી
  • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે
ફોર્મ કેવી રીતે ભરવું

અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી અને FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.

  • ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી અરજી સબમીટ કરવાની રહેશે.
  • જો અધૂરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિગતો રજૂ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. અરજદારે માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
  • ત્યાર બાદ જિલ્લા કચેરી અરજીને નિર્ણય અર્થે નિગમની કચેરીને મોકલી આપશે.
  • નિગમ કક્ષાએ ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી સૈદ્ધાંતિક મંજૂરપાત્ર અરજીઓને સૈદ્ધાંતિક મંજૂર કરવામાં આવશે અને નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે.
  • ધિરાણ માટેના કન્ફર્મ લાભાર્થીની પસંદગી ડ્રો સિસ્ટમથી કરવામાં આવશે.
  • ડ્રો સિસ્ટમથી કન્ફર્મ થયેલ લાભાર્થીને અરજીની મંજૂરી / નામંજૂરીની જાણ E-Mail / SMS દ્વારા કરવામાં આવશે. અરજદાર તેમના લોગઇન માંથી મંજૂરી / નામંજૂરીનો પત્ર મેળવી શકશે.
  • સૈદ્ધાંતિક કક્ષાએ અરજી મંજૂર થયા બાદ અરજદારે ધિરાણ માટેના જરૂરી આધારો સાથે દિન – ૩૦ માં ઓનલાઇન અરજી કરી દિન – ૧૦ માં સાધનિક આધારો જિલ્લા કચેરીએ જમા કરાવવાના રહેશે. (ધિરાણ માટે રજૂ કરવાના નિયત નમૂના વેબસાઇટ પર ઉપલબ્ધ છે.)
  • અરજદારે અરજી સાથે રજૂ કરેલ આધારોની જિલ્લા કક્ષાએ ઓનલાઇન તથા ઓફલાઇન ચકાસણી કરી નિગમને મોકલી આપશે.
  • નિગમને મળેલ અરજીની ચકાસણી કરવામાં આવશે. મંજૂરપાત્ર અરજી મંજૂર કરી ધિરાણ કરવામાં આવશે. રજૂ કરેલ આધારો જોતા અરજી નામંજૂરપાત્ર જણાય તો અરજી નામંજૂર કરવામાં આવશે. તથા ખૂટતી વિગતો જણાય તો અરજી અરજદારને પરત કરવામાં આવશે. અરજદારે પુર્તતા નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે.
  • અરજીની ચકાસણી દરમિયાન કોઈ પણ કક્ષાએ અરજદારે ખોટા આધારો રજૂ કરેલ હશે, કોઈ વિગતો છુપાવેલ હશે અથવા અરજી નામંજૂરપાત્ર જણાશે તો તેવી અરજી નામંજૂર કરવામાં આવશે.
  • કુટુંબ દીઠ એક લાભાર્થીને યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
મહત્વના જરૂરી આધારો (ધિરાણ કક્ષા / બીજો તબક્કો)
  • નમૂનો-૪ (લોન એગ્રીમેન્ટ / વાહનના કિસ્સામાં હાઇપોથીકેશન) / ગીરોખત
  • નમૂનો-૩ બાંહેધરી ખત
  • માંગણીહુંડી, ખાતરી પત્રક
  • સરકારમાન્ય વેલ્યુઅરનો વેલ્યુએશન રીપોર્ટ મિલકતના ફોટોગ્રાફ સાથે
  • નાના વ્યવસાય માટે નિયમોનુસાર રજીસ્ટ્રેશનના આધાર / વાહન માટે પાકુ લાયસન્સ
  • વ્યવસાયના સ્થળનો ભાડા કરાર / સંમતિપત્ર અને તે મિલકતના આધાર
  • વ્યવસાય અનુરૂપ GST નંબર સાથેનું ક્વોટેશન
  • પાંચ કોરા ચેક (ફોર્મમાં આપેલ બેંકની વિગત મુજબ જ ચેક આપવાના રહેશે જેમાં નામ, IFSC CODE, ખાતા નં. અવશ્ય ચકાસી લેવા)
News/Notification Information