નિયમો અને શરતો
તમામ રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકો જે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની
esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન કરેલ અરજીઓ પૈકી
વર્ષ ૨૦૨૫ માં ધોરણ – ૧૦ અને ધોરણ ૧૨ (આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ) માં પ્રથમ,
દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકો ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપવાની યોજના અમલમાં
મૂકવામાં આવેલ છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ રહેશે નહિ.
-
વર્ષ ૨૦૨૫ દરમિયાન લેવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડની
પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે.
-
અરજદારે સફાઈ કામદાર/આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણ પત્ર તેમજ
માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે.
-
અરજદારે બેંકની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે.
આ યોજના હેઠળ નીચે દર્શાવ્યા મુજબના ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે
| ક્રમ |
ધોરણ-૧૦ |
ધોરણ-૧૨ (આર્ટ્સ) |
ધોરણ-૧૨ (કોમર્સ) |
ધોરણ-૧૨ (વિજ્ઞાન) |
| પ્રથમ ક્રમ |
રૂ. ૫૧,૦૦૦/- |
રૂ. ૫૧,૦૦૦/- |
રૂ. ૫૧,૦૦૦/- |
રૂ. ૫૧,૦૦૦/- |
| દ્વિતીય ક્રમ |
રૂ. ૪૧,૦૦૦/- |
રૂ. ૪૧,૦૦૦/- |
રૂ. ૪૧,૦૦૦/- |
રૂ. ૪૧,૦૦૦/- |
| તૃતીય ક્રમ |
રૂ. ૩૧,૦૦૦/- |
રૂ. ૩૧,૦૦૦/- |
રૂ. ૩૧,૦૦૦/- |
રૂ. ૩૧,૦૦૦/- |