Kunwar Bai Nu Mameru Yojna
પાત્રતાના માપદંડ
  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ (અરજદારના નામ અને નંબર વાળા બંને પેજ અપલોડ કરવા)
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ અંગેનું પ્રમાણ પત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
News/Notification Information